એ મારે અંબાજી ચાલતા જાવું છે
જાવું છે અંબાજી જાવું છે
માઁ ના દર્શન કરવા જાવું છે
હે મારે અંબાજી ચાલતા જાવું છે
હે મારે આરાસુરી અંબે માઁ ને મળવું છે
એ મારે અંબે માઁ ની ભગતી કરવી છે
હો કંકુ ચોખલીયે તિલક કરવા છે
અંબે માઁ ના ગુણલા ગાવા છે
કંકુ ચોખલીયે તિલક કરવા છે
અંબે માઁ ના ગુણલા ગાવા છે
એ માઁ ને આઠે હાથે હથિયાર શોભે છે
એ મારી અંબે માઁ મને ઘણી વાલી છે
એ મારે અંબાજી ગોમે જાવું છે
હો અંબાજી જવાની ઉપડી મને તડપ
ચાલો ભાઈબંધો તમે કરજો થોડી ઝડપ
હો ભાદરવી પૂનમ નો મેળો ભરાય છે
ભાવિ ભક્તો માઁ ના ગુણલા રે ગાય છે
હો ગબ્બર ગોખ વાળી મારી અંબાજી માડી
આરતી ને ટેમે મને પાડવી છે ટાળી
ગબ્બર ગોખ વાળી મારી અંબાજી મળી
આરતી ને ટેમે મને પાડવી છે ટાળી
એ મારે અંબે માઁ ની સેવા પૂજા કરવી છે
હે મારે અંબે માઁ ના ગુણલા ગાવા છે
હે મારે અંબાજી ચાલતા જાવું છે
હો દર વર્ષે લાખો શ્રદ્ધાળુ આવે છે
ચાલતા ચાલતા જય અંબે બોલે છે
હો ભાદરવી પૂનમ નો મેળો ભરાય છે
ભાવિ ભક્તો માઁ ના ગુણલા રે ગાય છે
હો કરી છે સ્પેશ્યલ કરી છે
અંબાજી જવા ગાડી કારી છે
કરી છે સ્પેશ્યલ કરી છે
અંબાજી જવા ગાડી કારી છે
હે મારી ગાડીએ ધજા લાલ બાંધી છે
હે ગીતો વાગે છે ગાડીમાં અંબે માત ના
હે મારી કુળની દેવી મારી કરજે સહાય
હે મારે અંબાજી ચાલતું જવું
Songs Credits
𝅘𝅥𝅮 Title : Javu Chhe Ambaji
𝅘𝅥𝅮 Singer : Pankaj Nayta & Anita Thakor
𝅘𝅥𝅮 Music : Pintu Thakor
𝅘𝅥𝅮 Lyricist : Arvind Thakor
𝅘𝅥𝅮 Publisher : Tulsi Jaipal
𝅘𝅥𝅮 Music Label : Tulsi Jaipal
𝅘𝅥𝅮 Producer : Tulsi Jaipal